આજે ગુજરાત પ્રગતિના પંથે આગળ વધી રહ્યુ છે અને આ પ્રગતિને હજુ પણ ઝડપી બનાવવા દેશ-વિદેશ પણ સાથે જોડાઈને પોતાનું મહત્વનું યોગદાન આપી રહ્યા છે. 2011 એટલે કે આવતા વર્ષે 12 અને 13 જાન્યુઆરીએ ગુજરાત દ્વારા યોજાનારા પાંચમા 'વાઇબ્રન્ટ ગુજરાત સમિટ, અ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ' માં કેનેડાને પણ રોકાણ કરવા આંમત્રિત કરવામાં આવ્યું છે.
ગુજરાત સરકારના એનર્જી અને પેટ્રોકેમિકલ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી ડી. જે પાંડિયને ગત સોમવારે ગુજરાતમાં રોકાણના મિત્રતા ભર્યા સંબધો અને તેની મજબૂતાઈને વધુ મજબૂત કરતા કેનેડિયન બિઝનેસ જૂથોને ગુજરાતમાં રોકાણાર્થે આકર્ષિત કરવા એક રોડ શો નું આયોજન કર્યું હતું.
પાંડિયન, કે જેઓ રાજ્યમાં 18 ઉચ્ચ સ્તરીય બિઝનેસ પ્રતિનિધિમંડળના સભ્ય છે તેઓએ કહ્યું હતું કે અમે વૈશ્વિક રોકાણકારો સાથે સારા સંબંધો પ્રસ્થાપિત કરવા માંગીએ છીએ.
પાંડિયને કહ્યું હતું કે અમે કેનેડા સાથે મહત્વપૂર્ણ પાર્ટનરશીપ ઉભી કરવા માંગીએ છીએ. તેઓએ કહ્યું કે અમે અહિં તે બાબત પણ ધ્યાનમાં લીધી છે કે કેવી રીતે કેનેડીયન રોકાણકારો વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં જોડાય કે જેનાથી ભારતમાં વેપારી તકોનુ નિર્માણ થાય. ગુજરાત એક એવુ રાજ્ય છે જ્યાં વિદેશી રોકાણકારો ટેક્સ ભરપાઇ કર્યા પછી પણ 15 ટકાથી વધારે પ્રમાણમાં કમાય છે.
તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કેનેડિયન રોકાણકારોને રોકાણ માટે મોટા પ્રમાણમાં તકો છે, જેમા એનર્જી, ઓઇલ એન્ડ નેચરલ ગેસ, પાવર, માઇનિંગ એન્ડ મિનરલ્સ, મેટલ્સ, કેમિકલ્સ, હેલ્થકેર અને ફેશન ડિઝાઇનિંગ જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
ડેલીગેશનોની બેઠકમાં કેનેડાના કયાં કયાં સભ્યો જોડાયા હતા તે બાબતનો ખુલાસો કરતા પાંડિયને જણાવ્યું હતું કે તેમાં ઇન્ડો કેનેડા ચેમ્બર્સ ઑફ કૉમર્સ, કેનેડા ઇન્ડિયા ફાઉન્ડેશન, કેનેડા-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ અને ઑન્ટરિયો બોર્ડ ઑફ ટ્રેડ જોડાયા હતા.
Source: Divya Bhaskar
No comments:
Post a Comment